સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગથી 1નું મોત, અનેક દુકાનો બળીને ખાખ

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગથી 1નું મોત, અનેક દુકાનો બળીને ખાખ

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગથી 1નું મોત, અનેક દુકાનો બળીને ખાખ

Blog Article

સુરતમા બુધવારે સવારે ચાર માળની ટેક્સટાઇલ માર્કેટમાં 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં બીજી વખત ભીષણ આગ ફાટી નીકળી હતી અને તેનાથી અનેક દુકાનો બળીને ખાખ થઈ હતી. બિલ્ડીંગમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતાં.આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ કરાયા હતાં અને બિલ્ડિંગમાં આવેલી 800થી વધુ દુકાનોમાંથી ઘણીને નુકસાન થયું હતું, , એમ ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

અગાઉ મંગળવારે બપોરે બિલ્ડિંગના ભોંયરામાં આગ ફાટી નીકળી હતી જ્યાં કાપડનો સ્ટોક હતો, જેના કારણે એક કામદારનું શ્વાસ રૂંધાવાને કારણે મૃત્યુ થયું હતું, થોડા કલાકો પછી આગને કાબૂમાં લેવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે તાજી આગને કાબૂમાં લેવા માટે લગભગ 30 ફાયર ટેન્ડરો અને ડઝનેક કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતાં.

આગનું ચોક્કસ કારણની તપાસ ચાલુ કરાઈ હતી.પ્રાથમિક દૃષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે ઉપરના માળે આગ લાગી હોવાનું જણાય છે. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTTA)ના પ્રમુખ કૈલાશ હકીમે જણાવ્યું હતું કે પરિસ્થિતિ ગંભીર છે.

Report this page